નવી દિલ્હી: અજય દેવગણની તાનાજી: ધ અનસંગ વોરિયર (Tanaji: The unsung warrior) બોક્સ ઓફિસ પર નવા રેકોર્ડ બનાવી રહી છે. અજય દેવગણના કામના ખુબ વખાણ થઈ રહ્યાં છે. આ બધા વચ્ચે ત્રણેય સેનાઓના પ્રમુખ પણ આ ફિલ્મ જોવા માટે પહોંચ્યા હતાં. રવિવારે દિલ્હીના જ એક પીવીઆરમાં થલસેના પ્રમુખ જનરલ મનોજ મુકુંગ નરવણે, નેવી પ્રમુખ એડમિરલ કરમબીર સિંહ અને વાયુસેના પ્રમુખ એરચીફ માર્શલ રાકેશકુમારસિંહ ભદૌરિયાએ પણ આ ફિલ્મ જોઈ. અજય દેવગણની ત્રણેય સેના પ્રમુખો સાથેની તસવીરને નેવીના પૂર્વ અધિકારી હરિન્દર સિક્કાએ સોશિયલ મીડિયા પર શેર કરી. જેના પર અજય દેવગણે ટ્વીટ કરીને કહ્યું કે સેના પ્રમુખોનું આવવું એ મારા માટે સન્માનની વાત છે. તાનાજીને જે પ્રેમ આપ્યો તે માટે તમારા બધાનો આભાર.
અત્રે જણાવવાનું કે બોક્સ ઓફિસ પર હાલ બોલિવૂડના દિગ્ગજ અભિનેતા અજય દેવગણની ફિલ્મ તાનાજી: ધ અનસંગ વોરિયર ધમાલ મચાવી રહી છે. રિલીઝના દિવસથી જ ફિલ્મને દર્શકોનો ભરપૂર પ્રેમ મળી રહ્યો છે. જ્યારે દીપિકા પાદુકોણની ફિલ્મ છપાક પહેલા જ દિવસથી દર્શકો માટે તરસી રહી છે. આ જ કારણે છપાક ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ છે.
For decades,stories of REAL heroes were locked in safe vaults by polity.
But stories of Tukde-Tukde gangs #JNU aired with impunity.#Tanhaji breaks shackles.
Chiefs of Army, Navy,Air Force pay tribute to patriot’s victory over moguls.
🙏 @ajaydevgn @itsKajolD pic.twitter.com/twEjkwjFPL— Harinder S Sikka (@sikka_harinder) January 20, 2020
બોક્સ ઓફિસ ઈન્ડિયાના જણાવ્યાં મુજબ તાનાજીએ અત્યાર સુધી બોક્સ ઓફિસ પર લગભગ 162.28 કરોડ રૂપિયાની કમાણી કરી છે. બીજા વીકેન્ડ પર તાનાજીએ લગભગ 47.25 કરોડની કમાણી કરી છે. જ્યારે છપાકે બોક્સ ઓફિસ પર કોઈ કમાલ ન કરતા માત્ર 25.75 કરોડ રૂપિયા જ ભેગા કર્યા છે. બીજા વીકેન્ડમાં ફક્ત 3.50 કરોડ રૂપિયા મળ્યાં.
ઓમ રાઉતે તાનાજી ફિલ્મ દ્વારા બોલિવૂડમાં દિગ્દર્શનમાં ડગ માંડ્યા અને સાબિત કર્યું કે તેઓ એક સારી પીરિયડ ફિલ્મ બનાવી શકે છે. ફિલ્મના એક એક સીન પર તેમણે ઝીણવટપૂર્વક કામ કર્યું છે. આ ફિલ્મ મરાઠાઓની શૂરવીરતા દેખાડવામાં પૂરેપૂરી રીતે સાબિત થઈ છે. ફિલ્મમાં અજય દેવગણ ઉપરાંત સૈફ અલી ખાન, કાજોલ, શરદ કેળકર, નેહા શર્મા અને પદ્માવતી રાવની પણ મહત્વની ભૂમિકાઓ છે. જ્યારે મેઘના ગુલઝાર દ્વારા નિર્દેશિત ફિલ્મ છપાકમાં દીપિકા પાદુકોણ ઉપરાંત વિક્રાંત મેસી, મધુરજીત અને અંકિત બિષ્ટ પણ મહત્વની ભૂમિકામાં જોવા મળ્યાં હતાં.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે